ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ 30 પોસ્ટ્સ પર ભરતી

ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (Bharat Electronics Limited : BEL) (BEL Recruitment 2021)એ તાલીમાર્થી ઈજનેર (Trainee Engineer) પદ માટે ભરતી જાહેર કરી છે.

BEL Recruitment 2021: ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (Bharat Electronics Limited : BEL) (BEL Recruitment 2021)એ તાલીમાર્થી ઈજનેર (Trainee Engineer) પદ માટે ભરતી જાહેર કરી છે.

કંપની દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ ટ્રેની એન્જિનિયર -1 (Trainee Engineer – 1)ની કુલ 30 જગ્યાઓ પર કરાર (Contract) ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો BELની સત્તાવાર વેબસાઈટ bel-india.in પર ઑનલાઈન એપ્લિકેશન ફોર્મ દ્વારા અરજી કરવાની રહેશે.

ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (Bharat Electronics Limited : BEL) દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામાં મુજબ 12મી મેથી આજે અરજીની પ્રક્રિયા શરૂ થઈ છે અને 21 મે સુધીમાં ઉમેદવારો ઑનલાઈન અરજીઓ સબમિટ કરી શકશે. 21મે પછી સત્તાવાર વેબસાઈટ પરથી લિંક હટાવી દેવામાં આવશે. ઉમેદવારોએ અરજી કરતાં પેહલા સત્તાવાર વેબસાઈટ પર જઈને સૂચનાઓ તપાસવી જોઈએ.

લાયકાત અને વય મર્યાદા

બીઈએલ ટ્રેની એન્જિનિયર ભરતી 2021 (BEL Trainee Engineer Recruitment 2021)ની સૂચના મુજબ ઉમેદવારો કે જેમણે ઈલેક્ટ્રોનિક્સ (Electronics) અથવા ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન (Electronics and Communication) અથવા અન્ય સંબંધિત વ્યવસાયમાં ચાર-વર્ષ ફૂલ ટાઇમ બીઈ/ બીટેક ડિગ્રી (BE / B.Tech Degree) પાસ કરી હોય. સત્તાવાર સત્તાવાર પોસ્ટ માટે ઉમેદવારોએ તેમના જરૂરી દસ્તાવેજ સાથે રાખવા તમારા અનુભવ પણ દસ્તાવેજ સાથે રાખવા જેથી અરજી કરતાં સમયે ભૂલ થવાની શક્યતા ના રહે.

1 એપ્રિલ 2021ના ​​રોજ ઉમેદવારોની ઉંમર 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જો કે, એસસી / એસટી / ઓબીસી અને અન્ય અનામત વર્ગોના ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદામાં છૂટ આપવામાં આવેલ છે. વધુ જાણકારી માટે તમે સૂચનાઓ સત્તાવાર વેબસાઈટ પર જઈને ચકાસવા આ લિંક પર ક્લિક કરો.

કેવી રીતે કરશો અરજી

અરજી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લીધા પછી કારકિર્દી વિભાગ પર જાઓ અને પછી લશ્કરી કોમ્યુનિકેશન એસબીયુ, બેંગલોર કોમ્પ્લેક્સ ટ્રેની એન્જિનિયર ભરતી વિભાગમાં આપવામાં આવેલી ઑનલાઈન એપ્લિકેશન લિંક પર ક્લિક કરો અને એપ્લિકેશન પૃષ્ઠ પર જાઓ, જ્યાં ઉમેદવારો પ્રથમ સાઈન અપ કરવાનું રહેશે અને તે પછી તમારો નોંધણી ફોર્મ ભરો અને તમારા દસ્તાવેજો અપલોડ કરો. અરજી કર્યા બાદ અરજી ફૉર્મની પ્રિન્ટ કાઢી લેવી.

આ રીતે પસંદગી થશે

બીઈએલ ટ્રેની એન્જિનિયર ભરતી 2021 (BEL Trainee Engineer Recruitment 2021)ની સૂચના મુજબ ઉમેદવારોની પસંદગી બીઈ / બીટેક (BE/B.Tech) ના ગુણ સાથે સંબંધિત કામના અનુભવ અને ઈન્ટરવ્યૂના આધારે થવાની છે. બીઈ / બીટેક (BE/B.Tech)ના ગુણ માટે 75%, અનુભવ માટે 10% અને ઈન્ટરવ્યુ માટે 15% નક્કી કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *