Daily Current Affairs in Gujarati

13 એપ્રિલ જલિયાંવાલા બાગ હત્યાકાંડ

 • 13 એપ્રિલ 1919 નો દિવસ વૈશાખીનો દિવસ હતો ,
 • વૈશાખીના દિવસે આખા પંજાબ અને આસપાસના પ્રદેશોમાં ખેડૂતો રવિપાક કાપીને નવા વર્ષની ખુશીઓ મનાવતા હોય છે ,
 • 13 એપ્રિલ 1699 ના દિવસે શીખોના દસમા ગુરુ ગોવિંદસિંહે ખાલસા પંથની સ્થાપના કરીને લોકોને અન્યાય અને અત્યાચાર સામે માથે ન મુકાવવાની હાકલ કરી હતી.
 • તેના કારણે પંજાબ અને આસપાસના પ્રદેશોમાં વૈશાખી સૌથી મોટો તહેવાર ગણવામાં છે અને શીખો તેને સામુહિક જન્મદિવસના રૂપમાં ઉજવે છે.
 • રોલેટ કાયદા તથા સરકારી દમનનીતિ સામે વિરોધ વ્યક્ત કરવા અમૃતસરના જલિચાંવાલા બાગમાં 13-4-1919ના રોજ સાંજે ચાર વાગ્યે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું .
 • જેમાં સ્ત્રી , પુરુષો તથા બાળકો મળીને આશરે 10 હજર લોકો એકત્રિત થયા હતા ,
 • સભા શરૂ થતાં જ જનરલ ડાયર લશ્કરી ટુકડી સાથે બાગના પ્રવેશદ્વારે આવી પહોંચ્યા. અને પોતાના સૈનિકોને લોકો પર ગોળીબાર કરવાનો હુકમ આપ્યો .
 • મોટા ભાગનાં વૃદ્ધો , બાળકો તથા સ્ત્રીઓ ગોળીબારનો ભોગ બન્યાં,અને કુલ 1650 રાઉન્ડ છોડવામાં આવ્યા હતા ,
 • સરકારી આંકડા પ્રમાણે માર્યા ગયેલા લોકોની સંખ્યા 376 , તથા ઘવાયેલાઓની સંખ્યા 12૦૦ ની હતી ,પરંતુ  કોંગ્રેસે નિયુક્ત કરેલી સમિતિએ મૃત્યુ પામેલાની સંખ્યા આશરે 1200 ની હતી તથા ઘવાયેલાઓની સંખ્યા લગભગ 3600 જેટલી હતી.
 • જલિયાંવાલા બાગના હત્યાકાંડ બાદ ત્યાં રહેલા કુવામાંથી 125 લાશો કાઢવામાં આવી હતી .
 • ભારતના સેક્રેટરી ઓફ એડવિન મોંટેગ્યુએ 1910 ના અંતમાં મામલાની તપાસ માટે હંટર કમિશનની નિમણૂક કરી હતી 
 • ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે આ હત્યાકાંડના વિરોધમાં નાઈટહુડનો ખિતાબ પાછો આપી દીધો હતો.
 • જલિયાંવાલા હત્યાકાંડ બાદ પણ લોકોની આઝાદી માટેની ચાહત જોઈને ગાંધીજીએ 1920 માં અસહકાર આંદોલનની શરૂઆત કરી હતી ,
 • જલિયાંવાલા બાગના હત્યાકાંડ વખતે ઉધમસિંહ નામના ક્રાંતિકારી પણ ઘવાયા હતા , અને આનો બદલો લેવા 13 માર્ચ 1940 ના રોજ લંડનના કૈકસટન હોલમાં ઉધમસિંહે જનરલ ડાયરને ગોળીઓથી ઉડાડી દીધો હતો. જો કે ત્યાર બાદ ઉધમસિંહને આના માટે ફાંસી પણ અપાઈ હતી.

13 એપ્રિલ ડૉક્ટર હીરજીભાઈનો જન્મ દિન

 • જ્ન્મ : 13 એપ્રિલ 1894 , વડોદરા. પિતા : રુસ્તમજી.માતા : ગુલબાઈ.
 • હીરજીભાઈ વીણાવિશારદ , તંતુવાદક અને સંગીતશાસ્ત્રના જ્ઞાતા હતા.1911 માં મૅટ્રિક તથા મુંબઈ યુનિવર્સિટીમાં બી , એ , અને બી.એસસી ડીગ્રી મેળવી હતી.
 • શાળાકાળ દરમિયાન બરજોરજી જીજીકાઉ પાસે વાયોલિનના પ્રશિક્ષણનો પ્રારંભ કર્યો હતો.
 • 1915 માં ખાંસાહેબ જમાલુદ્દીનખાં પાસે દિલરુબાવાદનના અભ્યાસનો પ્રારંભ કર્યો હતો,
 • કોલેજકાળ દરમિયાન ઑલ બરોડા ટેનિસ ચેમ્પિયનશિપ મેળવી હતી.
 • 1925 માં જાણીતા સંગીતશાસ્ત્રકાર પં , વિષ્ણુ નારાયણ ભાતખંડેનો પ્રથમ સંપર્ક થયો અને તેમની પાસેથી સંગીતનું જ્ઞાન મેળવ્યું હતું.
 • 1928 માં શ્રીમંત સયાજીરાવે રાજ્યના સંગીતના પ્રાચાર્ય તરીકે તથા શ્રીમંત સરકારના કળાવંત ખાતાના વડા તરીકે નિયુક્તિ કરી હતી.
 • તેમના શિષ્યવર્ગમાં આફતાબે મૌસિકી ઉસ્તાદ ફૈયાઝખાં , તસદુકહુસેનખાં , ફિદહુસેનખાં , નિસારહુસેનખાં , આબિદહુસેનખાં , આતાહુસેનખાં જેવા અગ્રણી સંગીતકારોનો સમાવેશ થાય છે.
 • એમના લખેલા ‘ ઉત્તર હિંદુસ્તાની સંગીતનો સંક્ષિપ્ત ઇતિહાસ ‘ પુસ્તકને સયાજીરાવે પાઠપુસ્તક તરીકે દાખલ કરાવ્યું હતું .
 • 1950 માં નિવૃત્ત થયા અને ત્યાર પછી વડોદરા યુનિવર્સિટી કૉલેજના પ્રિન્સિપાલ તરીકે તેમણે સેવા આપી હતી.
 • ત્યાંથી નિવૃત્ત થયા પછી વાયોલિન , દિલરુબા અને વિચિત્રવીણા જેવાં વાદ્યો પર તેમણે કૌશલ પ્રાપ્ત કર્યું હતું .
 • લખનોની ભાતખંડે યુનિવર્સિટી ઑફ હિંદુસ્તાની મ્યુઝિકની સેનેટજ્ઞા સભ્ય તથા ઘણાં સંગીત મહાવિદ્યાલયોના પરીક્ષક પણ રહ્યા હતા ,
 • 1934 માં અલ્લાહાબાદ(હાલનું પ્રયાગરાજ) ખાતે યોજાયેલ સંગીત પરિષમાં સંગીતના વિષયની શાસ્ત્રીય ચર્ચાસમિતિના અધ્યક્ષ તરીકે એમની નિમણૂક થઈ હતી.તેમણે આકાશવાણી પરથી ગુજરાતી તેમજ અંગ્રેજીમાં ઘણા અભ્યાસપૂર્ણ વાર્તાલાપો આપ્યા હતા, એમણે આશરે 210 રાગોનાં 420 જેટલાં ગીતોની હસ્તપ્રત તૈયાર કરી હતી જે અપ્રગટ રહી છે.

૧૩ એપ્રિલ ભોગીલાલ સાંડેસરાનો જન્મ દિન

 • 13 એપ્રિલ 1917 , સંડેર( પાટણ ) પિતા જયચંદભાઈ ભોગીલાલ સાંડેસરા વિધેયક અને સંપાદક હતા , E 1935 માં મૅટ્રિક પુરુ કર્યું હતું , 1935-17 દરમિયાન ‘ ગુજરાત સમાચાર ‘ અને ‘ પ્રજાબંધુ’ના તંત્રીખાતામાં જોડાયા હતા
 • 1941 માં ગુજરાત કૉલેજમાંથી ગુજરાતી – સંસ્કૃત વિષયો સાથે બી.એ થયા અને 1943 માં ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક વર્ગમાથી એ જ વિષયોમાં એમ.એ. થયા હતા.
 • 1943 થી 1950 સુધી ભો.જે.વિદ્યાભવન, અમદાવાદમાં અર્ધમાગધીના અધ્યાપક – સંશોધક તરીકે જોડાયા હતા
 • 1952 માં પીએચડી થયા અને 1950 થી 1975 સુધી એમ.એસ યુનિવર્સિટી વડોદરામાં ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.
 • 1958 થી 1975 સુધી પ્રાચ્યવિદ્યામંદિરના નિયામક તરીકે રહ્યા હતા , ત્યારબાદ ‘સ્વાધ્યાય ” ત્રિમાસિકના તંત્રી પદે પણ રહ્યા હતા.
 • 1955માં નડિયાદમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના 50 મા અધિવેશનમાં ઇતિહાસ – પુરાતત્વ વિભાગના પ્રમુખ રહ્યા હતા , 1959 માં ભુવનેશ્વરમાં મળેલ અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદમાં પ્રાકૃત ભાષાઓ તેમ જ જૈનધર્મના વિભાગના પ્રમુખ રહ્યા હતા.તેમજ 1962-64 દરમિયાન ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ રહયા હતા.
 • સંશોધન અને વિવેચન : વાઘેલાઓનું ગુજરાત,ઇતિહાસની કેડી,સંશોધનની કેડી,અનુમતિ.શબ્દ અને અર્થ,જૈન આગમન સાહિત્યમાં ગુજરાત,પ્રાચીન ગુજરાત સાહિત્યમાં વૃત્તરચના,જીવન અને કાર્ય.જગન્નાથપૂરી અને ઓરિસ્સાના પુરાતન અવશેષો વગેરે.
 • અવસાન – 19 જાન્યુઆરી 1995

રાષ્ટ્રીય

તાજેતરમાં ઓરિસ્સાએ માસ્ક અભિયાન લોન્ચ કર્યું

 1. ઓરિસ્સાનાં મુખ્યમંત્રી નવીન પટનાયક દ્વારા covid -19 પ્રસારને રોકવા માટે 14 દિવસ સુધીનું માસ્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.આ પહેલનો મુખ્ય હેતુ માસ્કનો ઉપથોગની આદતમાં સુધારો લાવવાનો છે .
 2. આ અભિયાન Covid -19 ની વૃદ્ધિને નિયંત્રિત કરવામાં બહુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે આ સાથે ઓરિસ્સા રાજ્યમાં માસ્ક ન પહેરનારનો દંડ 1000 રૂ. થી વધારીને 2000 કરવામાં આવ્યો છે.
 3. પ્રથમવાર માસ્ક ના પહેરનારને દંડ 2000 અને બીજી વાર ઉલ્લંઘન કરનારનો દંડ 5000 લાગુ કરવામાં આવશે. મે – 2020 માં કેન્દ્ર સરકાર દ્વારા રાજયોને મહામારી રોગ અધિનિયમ લાગુ કરવાનો નિર્દેશ જાહેર કરેલ.
 4. આ અધિનિયમ હેઠળ રાજય સરકારને આ મહામારી દરમિયાન વિરોષ નીતિ – નિર્દેશ લાગુ કરવાનો અધિકાર આપ્યો છે.મહામારી અધિનિયમ 1897 અંતર્ગત, સ્વાસ્થય એ રાજ્ય સરકારનો વિષય છે, સાથે મહામારી અધિનિયમની કલમ -2 A કેન્દ્ર સરકારને મહામારીનાં પ્રસારને રોકવા માટે પગલા લેવાનો અધિકાર આપે છે.
 5. ઓરિસ્સાનાં મુખ્યમંત્રીઃ નવીન પટનાયક
 6. ઓરિસ્સાના રાજ્યપાલ : ગણેશીલાલ
 7. ઓરિસ્સાની રાજધાની : ભુવનેશ્વર

તાજેતરમાં ભારત સૌથી ઝડપથી દસ કરોડ લોકોને કોરોના રસી આપનારો દેશ બન્યો છે

 1. ભારતમાં માત્ર 5 દિવસોની અંદર 10 કરોડ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
 2. 1 એપ્રિલ – 2021 થી 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીકરણ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.રસીકરણ કાર્યક્રમ દરેક 10,000 સરકારી હોસ્પિટલમાં મફતમાં ચાલશે
 3. 20,000 નજીકમાં કેન્દ્રો પર આ રસીકરણ માટે ચાર્જ આપવો પડશે. કોવિડ-19 રસીકરણ અભિયાન અંતર્ગત પુરા દેશમાં પ્રથમ તબક્કો 16 જાન્યુઆરી, 2021 થી શરૂ કરવામાં આવ્યો હતો
 4. આ અભિયાન પુરા દેશમાં 306 રસીકરણ કેન્દ્રી પર શરૂ કરવામાં આવ્યું હતું.દવામાં કોવિડ -19 રસીનો બીજો તબક્કો 1 માર્ચ -26021 થી શરૂ કરવામાં આવ્યો હતો.કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ કોવિડ 19 રસીકરણનો બીજો તબક્કો 1 માર્ચ 2021 થી 60 વર્ષથી વધુ ઉંમર નો લોકોને આપવાની શરૂઆત કરવામાં આવી છે.

તાજેતરમાં મહિલા સશક્તિકરણ પર AICTE લીલાવતી પુરસ્કાર- 2020 જાહેર કરવામાં આવ્યાં છે

 1. કેન્દ્રિય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશંક દ્વારા ન્યુ દિલ્હી ખાતે મહિલા સશક્તિકરણ પર AICTE લીલાવતી પુરરકાર -2020 વિજેતાઓને એનાયત કવ્વામાં આવ્યાં હતાં
 2. રમેશ પોખરીયાલે AICTE – All India Council for Technical Education ના લીલાવી પુરસ્કારોની સ્થાપનાની પહેલને આવકારી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ઉડાન યોજના શરૂ કરવામાં આવી છે , જેનો ઉદ્દેશ્ય ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચવા માટે શાળા કક્ષાએ કમજોર , આર્થિક – સામાજિક સ્થિતિની કન્યાઓને સક્ષમ બનાવવાનો છે.
 3. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા યુવા મહિલાઓને પોતાનાં ટેકનિકલ શિક્ષણમાં આગળ વધારવા માટે , યોગ્ય અવસરો પ્રદાન કરવા માટે પ્રગતિ યોજના પણ શરૂ કરી હતી
 4. મહિલા સશક્તિકરણ વિષય પર આધારિત AICTE All India Council for Technical Education a કુલ-456 નામાંકન માંથી વિજેતાઓ પસંદ કરાયાં હતાં.  આ પુરસ્કાર મહિલા સ્વાસ્ય , આત્મરક્ષા , સ્વચ્છતા , સાક્ષરતા , મહિલા કર્મશીલતા , કાનુની જાગૃતતા ક્ષેત્રે એનાયત કરવામાં આવેલ.
 5. AICTE All India Council for Technical Education એક કાનૂની વ્યવસ્થા છે અને ટેકનિકલ શિક્ષણ માટે એક રાષ્ટ્રીય સ્તરની પરિષદ છે.જે ઉચ્ચ શિક્ષણ વિભાગ હેઠળ કાર્યરત છે.
 6. AICTE પરિષદની સ્થાપના : નવેમ્બર , 1945
 7. AICTE નું હેડક્વાર્ટર : ન્યુ દિલ્હી
 8. AICTE ના અધ્યક્ષ : અનિલ સહસ્ત્રબુદ્ધે
 9. AICTE નો Motto : ચોગ કર્મસુ કૌશલ્યમ

આંતરરાષ્ટ્રીય ..

આગામી સમયમાં ગ્લોબલ વોર્મિંગનાં કારણે એન્ટાર્કટિકાનો ત્રીજા ભાગનો બરફ પીગળી જાય એવી શક્યતા છે

 1. જિયોફિજિકલ રીસર્ચ લેટર જર્નલનાં એક અહેવાલ મુજબ અત્યારે જે ઝડપે પૃથ્વીનું સરેરાશ તાપમાન વધી રહ્યું તે જોતાં એન્ટાર્કટિકાનો બરફ ધારણા કરતાં વધુ ઝડપે પીગળીને સમુદ્રનું જળસ્તર વધારશે . આ અહેવાલ પ્રમાણે દુનિયાનું તાપમાન જે ઝડપે વધે છે તે જોતાં એન્ટાર્કટિકાનો 34 ટકા બરફ પીગળીને સમુદ્રની જળસપાટી ઊંચી લાવવામાં કારણભૂત બનશે.
 2. એન્ટાર્કટિકામાં બચેલી સૌથી મોટી બરફની ચાદર લાર્સન સી એવા હિસ્સામાંથી એક છે , જેના પર ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસર પડી છે . આ અહેવાલ મુજબ બરફ પીગળીને મોટા ગ્લેશિયર પર આવે છે તેના કારણે ગ્લેશિયરમાં તિરાડો પડે છે , એ તિરાડોમાં મોટી થતી જાય છે , અને આખરે એક દિવસે એ પીગળી જાય છે.

નાસાનું ‘ ઈન્જન્યુટી હેલિકોપ્ટર ‘ મંગળ ગ્રહ પર પ્રથમ ઉડાન ભરશે.

 1. નાસાનું ઈન્જન્યુટી માર્સ હેલિકોપ્ટર પોતાની પ્રથમ ઉડાન ભરવા જઈ રહ્યું છે.આ સાથે ન્યુટી હેલિકોપ્ટર બીજા ગ્રહમાં ઉડાન ભરનારું પ્રથમ નિયંત્રિત વિમાના બનીને ઈતિહાસ રચશે.ઈજેક્યુટી હેલિકોપ્ટર બીજા ગ્રહમાં સંચાલિત ઉડાનનું એક પ્રાયોગિકી પ્રદર્શન છે .
 2. નાસા ઈન્જન્યુટી હેલિકોપ્ટરની મદદથી પરીક્ષણ ઉડાનોનું પ્રદર્શન કરશે , આ હેલિકોપ્ટરનું વજન 8 કિલોગ્રામ છે . આ એક સૌર ઊર્જા સંચાલિત હેલિકોપ્ટર છે . આ હેલિકોપ્ટરની પૂર્ણ ગતિ 2,400 આર.પી.એમ.છે. | માર્ચ -2020 ના મિશનનાં એક ભાગ રૂપે પરસેવેરાંસ રોવર દ્વારા ઈજેક્યુટી હેલિકોપ્ટરને મંગળ ગ્રહ માટે રાખવામાં આવ્યું હતું .
 3. પરસેવેરાંસ રોવર એક ખગોળ વિજ્ઞાન મિશન છે , આ મિશનનો ઉદ્દેશ્ય મંગળ પર પ્રાચીન માઈક્રોબિયલ જીવનનાં સંકેતોને શોધવાનું છે . મંગળ ગ્રહની ચટ્ટાન અને રેજોલિથ ( ટુટેલી ચટ્ટાન અને ધૂળ ) ને એકઠી કરવા માટે પેરસેવેરાંસ પ્રથમ મિશન છે . આ રોવરમાં સાત પેલોડ ઈસ્યુમેન્ટ , બે માઈક્રોફોન અને 19 કેમેરા છે . આ મંગળ ગ્રહ પરની માટીને ડ્રિલ કરશે અને મંગળ ગ્રહ પરની ચટ્ટાનોનાં મુખ્ય નમૂનાઓ એકત્રિત કરશે . માર્સ 2020 મિશન જુલાઈ -2020 માં લોન્ચ કરવામાં આવ્યું હતું . તે નાસાનાં મંગળ સંશોધન કાર્યક્રમનો એક ભાગ છે .

તાજેતરમાં ભારત – નેધરલેન્ડ વર્ચ્યુઅલ શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું .

 1. ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને નેધરલેન્ડનાં પ્રધાનમંત્રી શ્રી માર્ક રુટે આ શિખર સંમેલનનું આયોજન કર્યું હતું.ભારત – નેધરલેન્ડ વર્ચ્યુઅલ શિખર સંમેલન દરમિયાન બંને દેશોનાં નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોનાં સ્પેક્ટ્રમ , સમીક્ષાત્મક ચર્ચાઓ , વ્યાપાર , અર્થવ્યવસ્થા , જળ પ્રબંધન , કૃષિ ક્ષેત્ર , વિજ્ઞાન અને ટેકનોલોજી , સ્માર્ટ શહેરો , સ્વાચ્ય અને અંતરિક્ષ સંબંધોને વધુ વિસ્તારિત કરવામાં અને તેમાં વિવિધતા , સુધારાઓ લાવવા માટે વિચારોનું આદાન – પ્રદાન કરવામાં આવ્યું હતું .
 2. બંને પ્રધાનમંત્રીઓએ જળથી સંબંધિત ક્ષેત્રમાં ભારત – ડચ સહયોગને વધુ ગાઢ બનાવવા માટે ‘ જળ પર એક રણનીતિની સમજૂતી ‘ પર સહમતિ આપી હતી.નેધરલેન્ડ એ યુરોપ મહાદ્વીપનો એક દેશ છે,આ ઉત્તરી – પૂર્વીય યુરોપમાં સ્થિત છે.આ દેશની ઉત્તર સીમા અને પશ્ચિમ સીમા પર સમુદ્ર છે.દક્ષિણમાં બેલ્જિયમ અને પૂર્વમાં જર્મની છે.ડચ શબ્દનો ઉપયોગ નેધરલેન્ડનાં નિવાસીઓ તથા તેની ભાષા માટે કરવામાં આવે છે.

તાજેતરમાં બાંગ્લાદેશમાં સંસ્કૃત લર્નિંગ એપ્લિકેશન ‘ Little Giru ‘ લોન્ચ કરવામાં આવી છે .

 1. ભારતનું ઉચ્ચાયોગે ઈન્દિરા ગાંધી સાંસ્કૃતિક કેન્દ્ર ( IGCC- Indira Gandhi Cultural Center ) એ બાંગ્લાદેશમાં સંસ્કૃત લર્નિંગ એપ્લિકેશન ‘ Little Guru ‘ લોન્ચ કરી છે . આ સંસ્કૃત લર્નિંગ એપ્લિકેશન ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ ICCR ( Indian Council of Cultural Relations ) દ્વારા દુનિયાભરનાં વિદ્યાર્થીઓને , ધાર્મિક ગુરુઓ , વૈજ્ઞાનિકો અને ઈતિહાસકારો વચ્ચે સંસ્કૃત ભાષાને પ્રોત્સાહિત કરવા માટે ચલાવવામાં આવતાં અભિયાનનો એક ભાગ છે
 2. સંસ્કૃત લર્નિંગ એપ્લિકેશન ‘ Little Guru ‘ એક ઈન્ટરેક્ટીવ પ્લેટફોર્મ પર આધારિત છે , જે સંસ્કૃત શીખવા માટે વાચકોને સરળ , મનોરંજક અને રસપ્રદ બનાવે છે . – આ એપ્લિકેશન સંસ્કૃત શીખનારા અને સંસ્કૃત શીખવા ઈચ્છુક છે , તેઓને મદદરૂપ થશે . – આ એપ્લિકેશન મનોરંજન સાથે શિક્ષણને જોડે છે . > ICCR ને સંસ્કૃત શીખવા માટે ઇચ્છુક લોકો પાસેથી દુનિયાભરનાં અનુરોધ પ્રાપ્ત થતાં રહેતાં હોય છે . બૌદ્ધ , જૈન , અને અન્ય ધાર્મિક ગ્રંથોમાંથી કેટલાંક સંસ્કૃતમાં પણ છે.
 3. આવા દેશોમાંથી સંસ્કૃત શીખવા માટે સહાયતાની અનેકવાર માંગણીઓ થતી હોય છે . બાંગ્લાદેશ એશિયા ખંડમાં સ્થિત ભારતનો પાડોશી દેશ છે . બાંગ્લાદેશની પૂર્વ , પશ્ચિમ અને ઉત્તર દિશામાં ભારત દેશ આવેલો છે , જ્યારે દક્ષિણ માં બંગાળનો ઉપસાગર આવેલો છે .
 4. ” આમાર સોનાર બાંગ્લા ” એ બાંગ્લાદેશનું રાષ્ટ્રીય ગાન છે , જે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે રચ્યું હતું .
 5. બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી : શેખ હસીના
 6. બાંગ્લાદેશનાં રાષ્ટ્રપતિ : અબ્દુલ હમીદ
 7. બાંગ્લાદેશની રાજધાની : ઢાકા
 8. બાંગ્લાદેશનું ચલણી નાણું : ટકા

ખેલ…

તાજેતરમાં કિરણ રિજુએ ઈન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એકિસલેન્સનું ઉદ્ઘાટન કર્યું છે .

 1. કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી કિરણ રિજુએ શ્રીનગર ખાતે ડલ ઝીલમાં નહેરુ પાર્કમાં જમ્મુ અને કાશ્મીર સ્પોર્ટ્સ કાઉન્સિલ વોટર સ્પોર્ટ્સ એકેડમીમાં રોઈંગ માટે ખેલો ઈન્ડિયા રાજ્ય ઉત્કૃષ્ટતા કેન્દ્રનું ઉદ્દઘાટન કર્યું છે .
 2. આ જમ્મુ અને કાશ્મીરમાં બે KISCE- Khelo India State Centres of Excellence પૈકીનું એક છે . બીજું KISCE જમ્મુમાં તલવારબાજી માટે મૌલાના આઝાદ સ્ટેડિયમ છે . વર્તમાન સમયમાં 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 24 KISCE છે . દરેક સેન્ટર ઓલમ્પિક રમત અનુશાસન પર કેન્દ્રીત છે.
 3. ભારતની ઓલમ્પિક રમતોમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાના હેતુથી દેશનો એક આગવો પ્રયાસ છે . આ કેન્દ્ર દેશનાં તમામ રાજ્યોમાં એક મજબૂત રમતગમતની ઈકોસિસ્ટમ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે . આ કેન્દ્રો સ્થાપવાનો રમતગમત મંત્રાલય દ્વારા ભારતનાં રાજ્યોમાં રાજ્યની માલિકીની રમતગમતની સુવિધાઓ માટે આ નિર્ણય લેવાયો હતો . – શ્રેષ્ઠતા કેન્દ્રો , રમતગમત કેન્દ્રો માટેનાં ભંડોળનો ઉપયોગ – ઉપકરણો , નિષ્ણાંત કોચ , સહાયક સ્ટાફ , અને ખેલ ઈન્ડિયા યોજના દ્વારા માળખાગત સુવિધાઓ માટે આ સેન્ટર્સની રચના કરવામાં આવી છે .
 4. કેન્દ્રીય યુવા બાબતોનાં અને રમતગમત મંત્રી : કિરણ રિજુ

માહિતી તેમજ સંકલન :- નિરજ ડોડીયા
Contact :- mistriniraj13@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *