Daily Current Affairs in Gujarati

Date :- 15/04/2021

14 એપ્રિલ ડૉ . બાબાસાહેબ આંબેડકરનો જન્મદિવસ

  • જન્મ : 14 એપ્રિલ 1891 , મહુ ( મધ્યપ્રદેશ ) પિતા : રામજી શકપાલ , માતા : ભીમાબાઈ . પત્ની : રમાબાઈ , લક્ષ્મી કબીર . ( અમુક બુક્સમાં શારદા કબીર લખેલુ શારદા કબીર લગ્ન પછી ‘ સવિતા ’ નામે ઓળખાતા હતા . આંબેડકર ના કથનો : 1. અછૂત હિંદુ સમાજનું અંગ નથી તેઓ જુદા હોવાને લીધે હિંદુ સમાજ જ તેમને બધાને અધિકારો મળવા જોઈએ
  • હિંદુ – મુસ્લિમ એક શાસનમાં હળીમળીને રહી શકે એવી માન્યતા ખોખલી અને મૂર્ખતાભરી છે . તેઓ અંબાવડે નામના ગામ રહેતા તેથી તેમની અટક અંબાવડેકર હતી . પરંતુ શિક્ષકે આંબેડકર શબ્દ લખ્યો તેથી તેમની અટક કાયમ માટે આંબેડકર થઈ ગઈ હતી . બાબાસાહેબનો જન્મ મધ્યપ્રદેશના ‘ મહાર ’ કુટુંબમાં થયો હતો .
  • ડૉ . બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસને ‘ રાષ્ટ્રીય સમરસતા દિવસ ” તરીકે ઊજવવામાં આવે છે.
  • તેઓ એક કાયદાશાસ્ત્રી , રાજનેતા , તત્ત્વચિંતક , નૃવંશશાસ્ત્રી , ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયોના જ્ઞાતા હતા . ભીમરાવનું પ્રાથમિક શિક્ષણ સતારામાં થયું હતું.
  • ત્યારબાદ ભીમરાવને મુંબઈની એલિફટનહાઈસ્કૂલમાં દાખલ કરવામાં એ / થી 11 . 1907 માં મેટ્રિક પાસ થઈને 9 વર્ષના રમાબાઈ સાથે લગ્ન કાર્ય હતા . બી.એ પાસ કરીને સંસ્કૃત ભણવાની ઈચ્છા હતી.નિમ્ન જાતિના હોવાના લીધે સંસ્કૃત ભણવાની રજા મળી ન હતી . ત્યાર બાદ મહારાજા સયાજીરાવ દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવી અને ઉચ્ચ અભ્યાસ માટે તેઓ અમેરિકા ગયા હતા . અને ત્યાં ન્યુયોર્કની કોલમ્બિયા યુનિવર્સીટી માં એમ.એ નો અભ્યાસ કર્યો હતો , અને ડોક્ટરની પદવી મેળવી હતી
  • અમેરીકાથી આવીને સૈનિક સચિવ તરીકે નોકરી મળી અને તેમાં ભેદભાવ થતા તેમને નોકરી છોડી દીધી હતી . ત્યાર બાદ મુંબઇની સીડનહેમ કોલેજમાં અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે જોડાયા હતા , ત્યાં પણ ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો તેથી તેમણે નોકરી છોડી દીધી હતી . ડૉ.ભીમરાવ લંડન ગયા અને M.sc ની ડીગ્રી મેળવી અને વકીલાતનું ભણીને બાર એટલોની ડીગ્રી મેળવી હતી
  • ચંપારણ સત્યગ્રહ વખતે આંબેડકરે પાણી અને મંદિર પ્રવેશ નિષેધ બાબતે સત્યાગ્રહ કર્યો હતો . – અને ચૌદાર તળાવનું પાણી પીધું હતું . 1926 થી 1994 સુધી મુંબઈની ધારાસભામાં નિયુકત થયા હતા . 1930 માં ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે લંડન ગયા હતા . 1938 માં શીખ ધર્મ સ્વીકાર્યો અને 1956 માં બોદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો . 1938 માં ‘ ઇન્ડિયન લેબર પાર્ટીની સ્થાપના કરી હતી .
  • 1942 માં ‘ શેડ્યુલ્સ કાસ્ટસ ફેડરેશન ’ રાજકીય પાર્ટીની સ્થાપના કરી હતી . ત્યારબાદ 1942 માં મુંબઈ આવીને વકીલાત શરુ કરી હતી . અને અસ્પૃશ્યોના વિકાસ માટે ‘ બહિષ્કૃત હિત્કારીણી સમા ‘ ની સ્થાપની ! કરી હતી . ત્યારબાદ ‘ બહિષ્કૃત ભારત ’ નામનું પખવાડિક તેમજ ‘ જનતા ” અને ‘ સમતા ’ નામનું સામયિકો પણ શરુ કરેલા .
  • 29 એપ્રિલ 1947 ના રોજ સરદારે પ્રસતાવ પસાર કર્યો કે છૂતાછૂતની પ્રથા સદંતર બંધ કરી દેવામાં આવી અને જે સવર્ણો અછૂત હોવાના લીધે આ નિમ્ન દલિત વર્ગ સાથે ભેદભાવ રાખશે તે ગુનો ગણાશે . 1947 માં સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાન મંડળમાં કાયદા પ્રધાન બન્યા , 1952 માં રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા . ડૉ . બાબાસાહેબ આંબેડકર ભારતના બંધારણીય ડ્રાફ્ટીંગ કમિટીના પ્રમુખ બન્યા હતા , 12 જાન્યુઆરી 1953 ના દિવસે ભારતની ઓસ્માનિયા યુનીવર્સીટીએ ડૉ . આંબેડકરને ‘ ડોક્ટર ઓફ લીટરેચર ’ ની ઉચ્ચ પદવી આપી હતી . – ડૉ . આંબેડકરને બંધારણના ઘડવૈયા ‘ તરીકે પણ ઓળખવામાં આવે છે . બોદ્ધ ધર્મમાં પ્રચાર માટે ‘ ભારતીય બુદ્ધ મહાસભા’ની સ્થાપના કરી હતી .
  • ડૉ . બાબાસાહેબ આંબેડકર ત્રણેય ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી . ડૉ . આંબેડકરનાં જાણીતાં પુસ્તકો : જાતિ વિચ્છેદ ગાંધી એન્ડ ગાંધીઝમ થોટ્સ ઓન પાકિસ્તાની પ્રોબ્લેમ ઑફ રૂપી . પાકિસ્તાન ઓર પાર્ટીશન ઓફ ઇન્ડિયા
  • ડૉ . બાબાસાહેબ આંબેડકર સમાધિ સ્થળ ચૈતન્ય ભૂમિ તરીકે ઓળખાય છે . 1990 માં ડૉ . બાબાસાહેબ આંબેડકરને મરણોત્તર ‘ ભારતરત્ન’થી નવાજવામાં આવ્યા હતા .
  • ડૉ . બાબાસાહેબ આંબેડકરના માનમાં ભારત સરકાર દ્વારા 14 એપ્રિલ 1991 ના રોજ ટપાલ ટિકિટ બહાર પડી હતી.
  • અવસાન : 6 ડિસેમ્બર , 1956 દિલ્હીમાં

પ્રશ્ન અને ઉત્તર

  • શિક્ષિત થાઓ , સંઘર્ષ કરો અને સંગઠિત બનો ‘ આ સૂત્ર કોણે આપ્યું હતું ?
    -ડૉ . બાબાસાહેબ આંબેડકર
  • બાબાસાહેબ આંબેડકરને કયો ધર્મ અપનાવેલ ?
    – બૌદ્ધ
  • ડૉ.બાબાસાહેબ આંબેડકર કયા હકને બંધારણનો આત્મા કહ્યો ?
    – બંધારણીય ઈલાજોનો હક
  • બાબાસાહેબ આંબેડકરે બંધારણીય ઈલાજનાં અધિકારને બંધારણનાં આત્મા સમાન કહ્યો છે
    – કારણ કે જેના ભંગ બદલ સીધા જ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી શકાય છે .
  • સમગ્ર ભારતમાં 6 ડિસેમ્બરનાં રોજ મહાપરિનિર્વાણ દિવસ કોની યાદમાં મનાવાય છે ?
    – બાબાસાહેબ આંબેડકર
  • ડૉ.બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ?
    – બંધારણના ઘડવૈયા
  • ડૉ.બાબાસાહેબ આંબેડકરને કઈ બાબત લાગુ પડતી છે ?
    – વડોદરામાં નોકરી , થોટ્સ ઓન પાકિસ્તાન પુસ્તકણું પાણી ના ભારતનાં બંધારણના ઘડવૈયા

14 એપ્રિલ ફાયર બ્રિગેડ દિવસ

  • મુંબઈના વિક્ટોરિયા ડોકમાં શાસ્ત્રો અને દારૂગોળાથી લદાયેલા યુદ્ધ જહાજમાં 14 એપ્રિલ 1944 ના રોજ આગ લાગી હતી . છે જે જહાજનું નામ હતું એસ.એસ. સ્ટીફન , તે આગ બુઝાવવા જતા ફાયર બ્રિગેડની 65 જવાનો શહીદ થયા હતા . તેમની શ્રધાંજલિરૂપે આ દિનની ઉજવણી કરવામાં આવે છે .
  • પ્રાચીન સમયમાં અગ્નિ શામક દળ ન હતું પરંતુ આગ લાગતો ત્યારે કુવામાંથી પાણી ચીંચીને ખભે ચામડાની મશક રાખીને એક બીજાના સહકારથી આગ બૂજાવતા હતા .
  • 1857 ના બળવા પછી આગના બનાવો વધવા મંડ્યા હતા.તેથી મુંબઈ પોલીસને આ કામગીરી સોંપાઈ હતી . – અને 1887 માં અલગ ફાયર બ્રિગેડની સ્થાપના થઈ પરંતુ તેની નિમણુક લંડનથી થતી હતી .
  • 19 મી સદીમાં ફાયર બ્રિગેડની સ્થાપના થઈ અને તે જમાનામાં પાણીની ટાંકી બળદગાળામાં રાખીને જવાનો જતા હતા પાણીની ટાંકીમાં પાણી ખેંચવા માટે સ્ટીમ એન્જિન વપરાતી હતા . મુંબઈમાં ફાયર બ્રિગેડની સ્થાપના પછી 20 વર્ષ સુધી આગળ બે ઘોડા અને પાછળ લાલ રંગની ટાંકી રાખવામાં આવતી હતી .
  • 1907 માં પેટ્રોલથી ચાલતો બંબો પહેલીવાર વપરાયો હતો . આગનું જોખમ નિવારવા માટે તેમજ વ્યક્તિના જીવના અને મિલ્કતની સલામતી માટે ‘ ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક અધિનિયમ – 2013’નો કાયદો બનાવવામાં આવેલ છે.

14 એપ્રિલ શ્યામલ મુનશીનો જન્મ દિન .

  • જન્મ: 14 એપ્રિલ 1982 , પિતાનું : પરેશભાઈ , માતાનું ભક્તિબહેન .
  • શ્યામલ મુનશી ગુજરાતી ગાયક , વરચનાકાર અને સંગીત નિર્દેશક છે . જેમણે પોતાના ભાઈ સૌમિલ મુનશી સાથે મળીને ગુજરાતી સુગમે સંગીતક્ષેત્રે મહત્ત્વનું યોગદાન કરેલ છે . શ્યામલ વ્યવસાયે પ્લાસ્ટિક સર્જક છે , તેમના ભાઈ સોમિલ અને તેના પત્ની આરતી પણ ગુજરાતી સુગમ સંગીતનાં અ 91 કલાકાર છે .
  • આ ત્રિપુટીએ સાથે મળીને દેશવિદેશમાં ગુજરાતી સુગમ સંગીતના અનેક જાહેર કાર્યક્રમો આપ્યા છે . – તેમના યોગદાન બદલ ‘ ગુજરાત 100 પાવર લિસ્ટ 2005-06’માં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો . + શ્યામલ ‘ મોરપિચ્છ ‘ સર્વપ્રથમ જાહેર કાર્યક્રમ હતો . ‘ સ્વરસેતુ ’ નામની કલાસંસ્થાના સ્થાપનાકાળથી
  • આ બંને ભાઈઓએ તેનું કુશળ સંચાલન કરી તેના નેજા હેઠળ ગુજરાત અને ગુજરાતની બહાર સુગમ સંગીતના અનેક કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા . કે અત્યાર સુધી તેમના લોકપ્રિય થયેલા સુગમ સંગીતના આલબમમાં ચંચલ , શીતલ , નિર્મલ અને કોમલ – આ ચાર સંગીતશ્રેણીઓનો સમાવેશ થાય છે .
  • બાળકો માટે તેમણે મેઘધનુષ , અલક – મલક તેથી સુગમસંગીતના ભાવકો માટે તેમણે ‘ હસ્તાક્ષર ’ મ્યુઝિક આલબમ તૈયાર કર્યા છે . – સંગીત પ્રચાર – પ્રસાર માટે તેમણે ‘ ટચિંગ ટ્યુન્સ ’ નામથી એક સંસ્થા સ્થાપી છે.

રાષ્ટ્રીય

  • ભારતનાં ‘ નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે સુશીલ ચંદ્રની પસંદગી કરવામાં આવી છે .તેઓએ 13 એપ્રિલ , 2021 ના રોજ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું તેઓ સુનિલ અરોરાનું સ્થાન લેશે . આ પહેલાં સુશીલ ચંદ્ર કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ- CBDT Central Board of Direct Taxes ના અધ્યક્ષ હતાં .
  • સુશીલ ચંદ્ર , આઈ.આઈ ટી , ફરકીથી બી – ટેક , અને ડીએઆરવી , દહેરાદૂનથી એલએલબી કરી ચૂકેલા છે , તેઓ ભારતીય મહેસૂલ સેવા ( આવકવેરા સંવર્ધન ) ના વર્ષ 1980 બેચનાં અધિકારી રહી ચૂક્યા છે . પરંપરા મુજબ દેશનાં 3 ચૂંટણી કમિશનરોમાંથી સૌથી વરિષ્ઠ અધિકારીની મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક થાય છે , તે જ આધારે , સુશીલ ચંદ્રની નિમણૂક કરવામાં આવી છે . ભારતીય ચૂંટણી આયોગ એક સંવૈધાનિક સંસ્થા છે , જે ભારતમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ચૂંટણીની પ્રક્રિયાઓનું સંચાલન કરે છે .
  • આ લોકસભા , રાજ્યસભા , રાજ્ય વિધાનસભાઓ અને રાજ્ય વિધાનપરિષદની ચૂંટણી આયોજિત કરે છે . રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના કાર્યાલયોની ચૂંટણી પણ કેન્દ્રીય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત કરવામાં આવે છે .
  • ચૂંટણી આયોગની સ્થાપના : 25 જાન્યુઆરી , 1950 માં , બંધારણીય અનુચ્છેદ -324 અંતર્ગત
  • કેન્દ્રીય ચૂંટણી આયોગનું મુખ્યાલય : ન્યુ દિલ્હી
  • કેન્દ્રીય ચૂંટણી આયોગનાં પ્રથમ કાર્યકારી અધ્યક્ષ : સુકુમાર સેન

પંજાબે સોનુ સૂદને ‘ પંજાબ રાજયનાં કોવિડ વેક્સિનેશન એમ્બેસેડર ‘ તરીકે પસંદ કર્યા

  • બોલિવુડ અભિનેતા સોનુ સૂદને પંજાબનાં કોરોના વાયરસ વિરોધી ટીકાકરણ કાર્યક્રમ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે . ગયા વર્ષે અભિનેતા સોનુ સૂદે કોરોના મહામારીનાં કારણે લદાયેલ લોકડાઉન દરમિયાન પ્રવાસીઓને પોતાનાં ગુહ રાજ્યમાં પહોંચાડવા માટે મદદ કરી હતી .
  • તાજેતરમાં ‘ સોનુ સૂદને ‘ ફોર્બ્સ ( Forbs ) ઈન્ડિયા દ્વારા લીડરશીપ એવોર્ડ 2021 આપવામાં આવ્યો છે . – અભિનેતા સોનુ સૂદ ( Sonu sood ) જેમણે કોરોના વાયરસ ( Coronavirus ) મહામારીના કારણે લોકડાઉનમાં સ્થળાંતર કરાયેલા કામદારોને મદદ કરી હતી . – જેને કારણે લોકોએ તેને ‘ મસિહાનું નામ આપ્યું છે .
  • તેમણે લોકડાઉન સમયે દેશનાં અલગ – અલગ ભાગમાંથી આવેલા મજૂરો અને કામદારોને તેમના શહેર અને ગામમાં સુરક્ષિત રીતે પહોંચાડ્યા છે . કે આ માટે તેમને રાજ્ય કક્ષાથી આંતરરાષ્ટ્રીય કક્ષા સુધીનાં સન્માન પણ મળી ચૂક્યા છે . – આ એવોર્ડ તેમને કોરોના વાયરસની મહામારી દરમિયાન લદાયેલા લોકડાઉનમાં ગરીબ , મજૂરો અને કારીગરોને મદદ કરવા માટે આપવામાં આવ્યો છે .
  • તાજેતરમાં અભિનેતા સોનુ સૂદે વર્ષ -2020 ના વિશ્વનાં 50 એશિયાઈ સેલિબ્રિટીસની યાદીમાં ટોપ ક્રમ મેળવ્યો હતો . – એ સાથે સોનુ સૂદને UNDP દ્વારા એસડીઝી સ્પેશિયલ હ્યુમેનિટરીયન એક્શન ‘ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

તાજેતરમાં રમેશ પોખરીયાલે ‘ SARTHAQ ‘ યોજના જાહેર કરી છે .

  • કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020 અંતર્ગત એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા અને ગુણવત્તા યુક્ત શિક્ષણનાં માધ્યમથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સમગ્ર ઉન્નતિ- SARTHAQ : Students and Teachers Holistic Advancement through Quality Education નામની શાળાકીય શિક્ષણની યોજનાને જાહેર કરી
  • શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા વિકસિત સાર્થક SARTHAQ , એ સ્કુલોનાં શિક્ષણ માટે એક સાંકેતિક અને વિચારોત્તેજક કાર્યાન્વિત યોજના છે . આ યોજનાને ભારતની આઝાદીના 75 વર્ષો બાદ ‘ અમૃત મહોત્સવ ‘ માટે મનાવવામાં આવેલાં સમારોહોનાં એક ભાગ રૂપે જાહેર કરવામાં આવેલ છે .

આંતરરાષ્ટ્રીય

તાજેતરમાં ‘ BAFTA એવોર્ડ 2021 ની 74 મ ) સંસ્કરણની જાહેરાત કરવામાં આવી છે .

  • BAFTA- British Academy of Film and Television Arts એ વર્ષ -2021 ના બ્રિટીશ એકેડમી ફિલ્મ એવોર્ડની ઘોષણા કરી છે .
  • BAFTA – 2021 , 2020 અને 2021 ની શરૂઆતમાં સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રીય અને વિદેશી ફિલ્મોને સન્માનિત કરવા માટે વાર્ષિક પુરસ્કારનું આ 74 મુ સંસ્કરણ છે .
  • લંડનનાં રોયાલ અલબર્ટ હોલ ખાતે વર્ચ્યુઅલ મોડમાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે . બેસ્ટ ફિલ્મ એવોર્ડ : નોમલેન્ડ બેસ્ટ એક્ટર એવોર્ડ : એન્થની હોપકિન્સ આઉટસ્ટેન્ડિંગ બ્રિટીશ ફિલ્મ : મિસિંગ યંગ વુમન : બેસ્ટ શોર્ટ ફિલ્મ : ધ પ્રેઝન્ટ
  • BAFTA નું પૂરું નામ : British Academy of film and Television Arts – BAFTA એ બ્રિટિશ અકાદમી ઓફ ફિલ્મ અને ટેલિવિઝન આર્ટસ દ્વારા પ્રદાન કરવામાં આવતો વાર્ષિક પુરસ્કાર છે .
  • આ પુરસ્કાર એ અમેરિકાનાં ઓસ્કાર સમકક્ષ છે . વર્ષ 2008 થી આ પુરસ્કારનો સમારોહ કાર્યક્રમ લંડનનો ‘ રોયલ ઓપેરા હાઉસમાં આયોજિત કરવામાં આવે છે .
  • BAFTA ની સ્થાપના : 1947
  • BAFTA ના અધ્યક્ષ : ક્રિષ્ણેદૂ મજુમદાર

તાજેતરમાં ભારત દુનિયામાં કોવિડ –19 થી પ્રભાવિત બીજો દેશ ‘ બન્યો છે .

  • 12 એપ્રિલ , 2021 ના રોજ , ભારતમાં છેલ્લા 24 કલાકોમાં 168,912 નવા કોવિડ -19 સંખ્યા વધતા ભારતમાં કુલ સંખ્યા વધીને 13,53 મિલિયન થઈ છે .
  • આ સાથે ભારત કોરોનાથી દુનિયાનો બીજો સૌથી પ્રભાવિત દેશ બન્યો છે . કોરોના વાયરસથી અમેરિકા દુનિયાનો સૌથી પ્રભાવિત દેશ બન્યો છે , જ્યારે બ્રાઝિલ બીજા ક્રમે હતો , હવે ભારતે તે સ્થાન લીધું છે .
  • અમેરિકામાં કોવિડ –19 દર્દીઓની કુલ સંખ્યા : 31,2 મિલિયન સુધી પહોંચી છે .
  • રાષ્ટ્રીય કોવિડ –19 રિકવરીનો દરમિયાન 90 % થી ઓછો થયો છે , મૃત્યુ પામનારાઓની સંખ્યા 1,70,179 થઈ છે
  • ICMR એ અત્યાર સુધીમાં 1180,136 નમૂનાઓનું પરીક્ષણ કર્યું છે .

તાજેતરમાં વૈશ્વિક વિશ્વ વિદ્યાલયોની એકેડમીક રેન્કિંગ -2020 ‘ જાહેર કરવામાં આવી છે .

  • Academic Ranking of World Universities ( ARWU ) રેન્કિંગ શાંઘાઈ રેન્કિંગ કન્સલ્ટન્સી દ્વારા જાહેર કરવામાં આવ્યું ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ ( IISc બેંગ્લોર ) ભારતમાં સર્વશ્રેષ્ઠ ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં ટોચ પર રહ્યું છે . –
  • કલકત્તા વિશ્વ વિદ્યાલય પ્રકાશિત વૈશ્વિક વિશ્વ વિદ્યાલયોની એકેડમીક રેન્કિંગ ( ARWU – 2020 ) અનુસાર દેશમાં 100 ની યાદીમાં એકપણ સંસ્થા નથી . ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ- IISc બેંગ્લોર 501-600 ની શ્રેણીમાં છે .
  • આ રેન્કિંગમાં સર્વશ્રેષ્ઠ ક્રમે હાવર્ડ યુનિવર્સિટી , દ્વિતીય ક્રમે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી , રેન્ક ત્રણમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી રહી છે . વર્ષ -2003 થી ARWU પારદર્શી કાર્યપદ્ધતિ અને પ્રમાણિત , વસ્તુલક્ષી માહિતીને આધારે વિશ્વનાં ટોચનાં વિશ્વ વિદ્યાલયોની યાદી દર વર્ષે બહાર પાડે છે.

યુ.એ.ઈ. માં ભારતીય બિઝનેસમેન ટાઈફૂન એમ.એ.યુસુફ અલીને અબુધાબીનાં શ્રેષ્ઠ નાગરિક સન્માન પુરસ્કારથી ‘ સન્માનિત કરવામાં આવ્યા છે .

  • અબુધાબીના ક્રાઉન પ્રિન્સ , શેખ મોહમ્મદ બિન જાયદ નાહયાને ભારતીય મૂળનાં બિઝનેસમેન એમ.એ.યુસુફ અલી અને અન્ય 11 અન્ય વ્યક્તિઓને સમુદાયમાં તેઓનાં મહાન અને ધર્માર્થ યોગદાન માટે અબુધાબીનાં શીર્ષ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે .
  • અબુધાબીનાં વ્યાપાર , ઉદ્યોગ , અને વિશેષ પરોપકારી પહેલોમાં સહયોગ માટે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ કેરળમાં જન્મેલા શ્રી યુનુંફ અલીને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ને આ પુરસ્કાર એક ઐતિહાસિક સ્થળ અને અબુધાબીની સૌથી જુની પથ્થરની ઈમારત , કસર અલ હોસનમાં આયોજિત અબુધાબી પુરસ્કારોનાં 10 માં સંસ્કરણમાં દયાવાન વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવેલ , જેઓએ નિ : સ્વાર્થ ભાવથી સમાજની સેવા માટે જીવન સમર્પિત કર્યું હોય અથવા પ્રયત્નો કર્યા હોય.

સંયુક્ત અરબ અમીરાતે પોતાની પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રીનું નામ જાહેર કર્યું છે . .

  • સંયુક્ત અરબ અમીરાતે પોતાનાં અંતરિક્ષ કાર્યક્રમમાં પોતાનાં આગામી બે અંતરિક્ષ યાત્રીઓનાં નામ જાહેર કર્યા છે . + જેમાં દેશની પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી નોરા – અલ – મતરૂશી UAE ના પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી બન્યાં છે . તેઓની સાથે મોહમ્મદ અલ – મુલ્લા સામેલ થશે . અલ- મતરૂશી અબુ ધાબી સ્થિત નેશનલ પેટ્રોલિયમ કંસ્ટ્રક્શન કંપનીમાં એન્જિનિયર રૂપે કાર્યરત છે . અલ – મુલ્લા દુબઈ પોલીસમાં પાઈલટનાં રૂપમાં કાર્યરત છે ,
  • આ બંને અંતરિક્ષ યાત્રીઓ હ્યુસ્ટન , ટેકસાસમાં નાસાનાં જોનસન સ્પેસ સેન્ટરમાં પ્રશિક્ષણ લેશે . – તાજેતરમાં સંયુક્ત અરબ અમીરાત ( યુ.એ.ઈ. ) એ ‘ HOPE નામનું મંગળ ગ્રહની કક્ષામાં ‘ એક પ્રોબ મોકલ્યો હતો . આ સાથે અમેરિકા , સોવિયેત સંઘ , યુરોપ અને ભારત બાદ અંતરિક્ષ યાનને મંગળની કક્ષામાં લોન્ચ કરનારો પાંચમો દેશ સંયુક્ત અરબ અમીરાત બન્યો હતો , અને પ્રથમ આરબ દેશ પણ , બન્યો હતો .
  • યુ.એ.ઈ. નાં રાષ્ટ્રપતિ : શેખ ખલીફા બિન જાયદ અલા નીહયોન
  • યુ.એ.ઈ.ની રાજધાની : અબુધામી
  • યુ.એ.ઈ.નું ચલણી નાણું : સંયુક્ત અરબ અમીરાત દિરહમ
  • તાજેતરમાં ‘ યુ.એ.ઈ. ‘ પરમાણુ ઉર્જા સંયંત્ર શરૂ કરનારો પ્રથમ આરબ દેશ પણ બન્યો હતો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *