Daily Current Affairs in Gujarati

Date :- 13/04/2021

1. ખેલ જગત

ભારતીય ખેલાડીઓ દૂતી ચંદને ‘ છત્તીસગઢ વીરની પુરસ્કાર એનાયત . કરવામાં આવશે.

 • ભારતીય મહિલા દોડવીર દૂતી ચંદને છત્તીસગઢ રાજ્ય દ્વારા ‘ છત્તીસગઢ વીરની પુરસ્કાર ‘ એનાયત કરવામાં આવશે .
  આ પુરસ્કાર રમતગમત સહિત વિભિન્ન ક્ષેત્રોમાં ભારતીય મહિલાઓનાં યોગદાનને માન્યતા આપે છે .
 • આ પુરસ્કાર 14 એપ્રિલ , 2021 ના રોજ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં એનાયત કરવામાં આવશે . – ઓરિસ્સાનાં વતની દૂતી ચંદ વર્ષ -2019 માં ઈટલીમાં આયોજિત વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય મહિલા બન્યાં છે .
 • તેઓ વર્ષ -2018 જફાર્તા એશિયાઈ ખેલોમાં 100 અને 200 મીટરમાં રજત ચંદ્રક વિજેતા છે ,આ ઉપરાંત દૂતી ચંદે 100 મીટરમાં 11.22 સેકન્ડનો રેકોર્ડ બનાવ્યો હતો .
 • દૂતી ચંદનો જન્મ : 1 ફેબ્રુઆરી , 1996 જયપુર , ઓરિસ્સા તેઓને વર્ષ -2020 માં અર્જુન એવોર્ડ એનાયત થયો હતો.

12 એપ્રિલ હીરાબહેન પાઠકનો જન્મ દિન

 • જન્મ : 12 એપ્રિલ 1916 , મુંબઈ . પિતા : કલ્યાણરાય મહેતા . પતિ : રા.વી પાઠક . ગુજરાતી કવિ અને વિવેચક હતા , તેઓ ગુજરાતી લેખક રામનારાયણ વિ . પાઠકના પત્ની હતા .
 • પ્રાથમિક શિક્ષણ મુંબઈની રાષ્ટ્રીય શાળામાં લીધું હતું . માધમિક શિક્ષણ અંદારામજી સ્કૂલ અને ન્યુ ઇરા સ્કૂલ માંથી લીધું હતું . 1936 માં કર્વે યુનિવર્સીટી માંથી G.A ની પરીક્ષા પાસ કરી હતી .
 • 1938 માં પાઠક સાહેબના માર્ગદર્શન હેઠળ ‘ આપણું વિવેચન સાહિત્ય ‘ નિબંધ લખ્યો હતો . 1938 માં SNDT યુનિવર્સીટીમાં અધ્યાપિકા તરીકે જોડાયા હતા .
 • કવિતા : પરલોકે પત્ર . નિબંધ : રગવાક્ષદીપ . વિવેચન : આપણું વિવેચન સાહિત્ય , કાવ્યભવન , વિરુધ્ધ . સંપાદન : – ચંદ્રચદ્રાવતીની વાર્તા , સાહિત્ય આસ્વાદ , કાવ્ય સંચય . પારિતોષિક : -નર્મદ સુવર્ણચંદ્રક ‘ પરલોકે પત્ર ’ માટે . – ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક . રણજિતરામ સુવર્ણચંદ્રક . અવસાન : 15 સપ્ટેમ્બર 1995.

12 એપ્રિલ ઈલાક્ષી ઠાકોર નો જન્મ દિન

 • જન્મ : 12 એપ્રિલ 1936 , પુણે , પિતા : ઠાકોર દાસ , માતા : ધનલક્ષ્મી બહેન , પતિ : અરુણભાઈ .
 • ભરતનાટ્યમની રચનાઓની ગુજરાતી ભક્તિગીતોની સાથે સમન્વય કરી નૃત્યશૈલીને પોતીકી બનાવનાર ગુજરાતી વિખ્યાત નૃત્યાંગના હતા . બાળપણમાં રંગા વિઠ્ઠલ નામના નૃત્યકાર પાસે નૃત્યની તાલીમ લીધી . ત્યારબાદ નૃત્યયાત્રાનો પ્રારંભ રોહિણીબેન પાસેથી કથક નૃત્યની તાલીમ દ્વારા થયો.
 • ભરતનાટ્યમ નૃત્યમાં રસ પડતાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી મ્યુઝીક કોલેજમાં 1960 માં તે M.Mus ની ડીગ્રી પ્રાપ્ત કરી.
 • 1960 માં ‘ નૃત્યભારતી ’ સંસ્થાની સ્થાપના કરી . તેની શાખાઓ માત્ર ભારતમાં જ નહી પણ અમેરિકા , ન્યુઝીલેન્ડ , કેનેડા અને જપાનમાં પણ હતી . તેમાં અંદાજે લગભગ 11 હજાર વિદ્યાર્થીઓ તેમની પાસેથી નૃત્યની તાલીમ લીધી છે . તેમણે 1975 માં નૃત્યભારતી પરફોમીંગ આટર્સ ની સ્થાપના કરી છે .
 • 1972 માં ગુજરાત સંગીત નાટક અકાદમીના સભ્ય તરીકે સેવા આપી હતી.
 • ગુજરાતની અનેક કોલેજોમાં નૃત્યના વિષય માટે મુલાકાતી પ્રાધ્યાપક તરીકે સેવા આપી હતી . ગુજરાત તેમજ અન્ય રાજયોના યુવાઓને રંગમંચ પુરુ પાડવા માટે આજે કે કલાગુરુનું આયોજન કર્યું હતું .
 • 1984-90ના સમયગાળા દરિમયાન હિંદુ હેરીટેજ સમર કપના નૃત્ય વિભાગમાં પ્રશિક્ષક તરીકે સેવા આપી હતી .
 • પારિતોષિક : | 1979 માં વડોદરાની નાટ્ય સંસ્થા તરફથી ત્રિવેણી એવોર્ડ 1981 માં ગુજરાત સરકાર તરફથી ગૌરવ
 • પુરસ્કાર : 1982 માં મુંબઈની અમૃત સંસ્થા તરફથી અમૃતા એવોર્ડ.
 • 1999 માં USAN ટેનીસી તફથી પોટલુરી એવોર્ડ,

12 એપ્રિલ વિશ્વ અવકાશી ઉડ્ડયન દિન

 • દર વર્ષે 12 એપ્રિલે વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય હ્યુમન સ્પેસ ફ્લાઇટ ડે એટલે કે વિશ્વ અવકાશી ઉડ્ડયન દિવસ મનાવવામાં આવે છે .
 • 7 એપ્રિલ 2011 ના રોજ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા પસાર કરાયેલા ઠરાવને પગલે દર વર્ષે 12 એપ્રિલને વિશ્વ અવકાશી ઉડ્ડયન દિવસ તરીકે ઉજવવામાં આવે છે .
 • યુરી ગેગરીન 12 એપ્રિલ 1961 માં વોસ્ટોફ સ્પેસથી પ્રથમ ઉડાન પૂર્ણ કરવામાં આવી હતી . તેની યાદમાં દર વર્ષે 12 મી એપ્રિલને વિશ્વ અવકાશી ઉડ્ડયન દિવસ તરીકે ઊજવવામાં આવે છે . તે અંતરિક્ષ પર જનાર પ્રથમ વ્યક્તિ છે . ભારતના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્મા હતા .
 • કોલંબિયા દ્વારા શરૂ કરાયેલ પ્રથમ પેસ શટલ STS -1 ની તારીખ પણ 12 એપ્રિલ 1981 હતી . ISRO : R પુરું નામ : ઇન્ડિયન સ્પેસ રીચર્સ ઓર્ગેનાઈઝેશન ( ભારતીય અવકાશ સંશોધન સંગઠન ) ભારતના રાષ્ટ્રની અવકાશ એજન્સી છે , જેનું મુખ્ય મથક બેંગ્લરુમાં તે સ્પેસ ડિપાર્ટમેન્ટ ( DOS ) હેઠળ કાર્યરત છે ,
 • જેની દેખરેખ ભારતના વડા પ્રધાન કરે છે . જ્યારે ઇસરોના અધ્યક્ષ પણ ડોસના એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે . ઇસરો ભારતની પ્રાથમિક એજન્સી છે જે અંતરિક્ષ આધારિત કાર્યક્રમો , અવકાશ સંશોધન અને સંબંધિત તકનીકીઓના વિકાસથી . સંબંધિત કાર્યો કરે છે .
 • ઇસરો વિશ્વની છ સરકારી અવકાશ એજન્સીઓમાંની એક છે . જે સંપૂર્ણ પ્રક્ષેપણ ક્ષમતા ધરાવે છે , ક્રાયોજેનિક એન્જિન તૈનાત કરે છે . બહાર નીદુનિયાના મિશન લોંચકરે છે અને કૃત્રિમ ઉપગ્રહો ના વિશાળ કાફલાનું સંચાલન પણ કરે છે.
 • ઇસરોએ ભારતનો પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ બનાવ્યો , જેને રશિયાથી 19 એપ્રિલ 1975 ના રોજ લોન્ચ કર્યો હતો.
 • ઇસરો વિશ્વની પ્રથમ અવકાશ એજન્સી હતી જેણે ચંદ્ર પણ પાણી શોધયું હતું.

રાષ્ટ્રીય

 • તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રસીકરણ ઉત્સવ- Tika Utsav અભિયાન આયોજિત કરવાનું નક્કી કર્યું છે . રસીકરણ ઉત્સવ એક રસીકરણ પર્વ છે , જે 11 એપ્રિલ , 2021 થી 14 એપ્રિલ , 2021 દરમિયાન આયોજિત કરવામાં આવશે .
 • ‘ ટીકા ઉત્સવ’નો મુખ્ય હેતુ વધુમાં વધુ લોકોનું રસીકરણ કરવાનું ભારતમાં કોવિડ –19 રસીકરણ અભિયાન અંતર્ગત ત્રણ રાજ્ય વધુમાં વધુ કોવિડ –19 રસી પ્રાપ્ત કરી રહ્યા છે , જેમાં મહારાષ્ટ્ર , ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે .
 • અત્યાર સુધીમાં ભારતે કેરેબિયન , આફ્રિકા અને એશિયાનાં કુલ 84 દેશોમાં વેક્સિન મોકલી છે .

તાજેતરમાં કેરળમાં ‘ Crushing the curve ‘ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે

 • કેરળ સ્વાથ્ય વિભાગ ‘ Crushing the Curve ‘ નામનું મોટું રસીકરણ અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે.
 • કેરળ રાજ્યનું સ્વાથ્ય ક્ષેત્ર વર્તમાન સમયમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યું છે , સપ્ટેમ્બર -2020 મા કેરળમાં રોગોનાં નિયંત્રણ માટે સંયુક્ત રાષ્ટ્ર પુરસ્કાર જીત્યો હતો.
 • આ ઉપરાંત કોવિડ –19 મહામારી સામે લડવામાં કેરળ સૌથી સફળ રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે . કેરળમાં PHC ને સ્વાથ્ય કેન્દ્રોની કાયાપલટ માટે Aardam Health Mission ની શરૂઆત કરવામાં આવી હતી . – રાજ્યમાં સોશિયલ ડિસ્ટન્સને વધારવા માટે ‘ Break the chain અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
 • કોવિડ –19 પરીક્ષણ રાજ્યમાં મોટા પાયે શરૂ કરવામાં આવ્યું હતું . કેરળનાં સ્વાથ્ય કેન્દ્રોને કેરળ ઈન્ફાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ ફન્ડ બોર્ડથી 4,000 કરોડ રૂપિયા પ્રાપ્ત થયાં છે.લગભગ 55 લાખ લોકોને , વંચિતોને લોકડાઉન દરમિયાન કલ્યાણકારી જીવનનિર્વાહ માટે 8,500 રૂ.પ્રાપ્ત થયાં હતાં.
 • કેરળનાં મુખ્યમંત્રી : પિનારાઈ વિજય
 • કેરળનાં રાજ્યપાલ : આરીફ મોહમ્મદ ખાન
 • કેરળની રાજધાની : તિરૂવનંતપુરમ

આંતરરાષ્ટ્રીય

 • તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને જાપાન વચ્ચે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે .
 • આ MOU ને રાષ્ટ્રીય વાયુમંડળીય અનુસંધાન પ્રયોગશાળા વચ્ચે હસ્તાક્ષરિત કરવામાં આવેલ છે . છે જે અંતરિક્ષ વિભાગ , ભારત સરકાર અને રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ફોર સસ્ટેનેબલ હ્યુમનોસ્ફીયર અંતર્ગત સંચાલિત થાય છે .
 • આ નું સંચાલન જાપાનનાં ક્યોટો વિશ્વવિદ્યાલયથી કરવામાં આવે છે.
 • MOU અનુસાર પ્રાદ્યોગિકી , વાયુમંડળીય વિજ્ઞાન , સહયોગી વૈજ્ઞાનિક પ્રયોગો અને અન્ય સંબંધિત મોડેલિંગ અધ્યયન ક્ષેત્રોમાં પોતાનો સહયોગ રાખો .
 • આ સમજૂતીમાં જાપાનમાં મધ્ય અને ઉપરી વાયુમંડળ રડાર , મેસોસ્ફીયર – સ્ટ્રેટોસ્ફિયર – ટ્રોપોસ્ફીયર રડાર , ઈન્ડોનેશિયામાં ઈક્વેટોરિયલ એટમોસ્ફિયર રડાર જેવી સગવડોનો ઉપયોગ કરવાની અનુમતિ આપે છે .
 • જાપાનની રાજધાની : ટોકયો .
 • જાપાનનું ચલણીનામું : જાપાની યેન
 • જાપાનનાં પ્રધાનમંત્રી : યોશીહાઈડ સુગા.

તાજેતરમાં ‘ ભારતીય સેનાનાં લેફ્ટનન્ટ કર્નલ ભરત પન્નુએ 2 ગિનીસા વર્લ્ડ રેકોર્ડ ‘ તોડ્યા

 • ભારતીય સૈન્યનાં લેફ્ટનન્ટ કર્નલ ભરત પંડ્યુએ બે સોલો સાયકલિંગમાં પોતાનું નામ ‘ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાવ્યું છે.
 • તેઓએ 10 ઓક્ટોબર 2020 ના રોજ પન્નુએ લેહથી મનાલી વચ્ચે 472 કિલોમીટરનું અંતર માત્ર 35 કલાક 25 મિનિટમાં કાપી પ્રથમ રેકોર્ડ પોતાનાં નામે કર્યો હતો.
 • કર્નલ પન્નુએ દિલ્હી , મુંબઈ , ચેન્નઈ , કોલકાતાને જોડતા 5,942 કિલોમીટર લાંબા ‘ ગોલ્ડન ચતુર્ભુજ પર 14 દિવસ , 23 કલાક અને 52 મિનિટમાં યાત્રા પૂર્ણ કરીને બીજો રેકોર્ડ નોંધાવ્યો હતો.

અમેરીકી નૌસેનાએ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ‘ Freedom of Navigation Operation ‘ નું આયોજન કર્યું

 • અમેરિકી નૌસેનાએ લક્ષ્યદ્વિપ પાસે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ‘ Freedom of Navigation Operation ‘ નામનું એક ઓપરેશન શરૂ કર્યું છે .
 • આ ઓપરેશન દરમિયાન અમેરિકી યુદ્ધજહાજે ભારતીય વિશેષ આર્થિક ક્ષેત્ર EEZ- ( Exclusive Economic Zone ) માં પ્રવેશ કર્યો છે . આ ભારતીય EEZ માં પ્રવેશ કરનાર યુદ્ધ જહાજ એક Arieigh Burke – class ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર USS જોન પોલ જોન્સ છે UNCLOS- United Nations Convention for the Law of the Sea
 • સમુદ્રમાં કાનુનનું સંયુક્ત સંમેલન PUNCLOS અનુસાર દેશમાં વિશેષ આર્થિકનો ઉપયોગ કરવાથી જહાજોને રોકી નહીં શકાય , વર્તમાન સમયમાં ભારતીય કાનૂન અનુસાર કોઈપણ વિદેશ સેનાને ભારતનાં વિશેષ આર્થિક ક્ષેત્રમાં કોઈપણ પ્રકારનું સંચાલન અથવા તો ગતિવિધિ પહેલાં સૂચિત કરવું પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *