આરોગ્ય મંત્રાલય દ્વારા મ્યુકોરમાઈકોસિસ મહામારી જાહેર

કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ફુગ આધારિત ( બ્લેક ફંગસ ) રોગચાળા મ્યુકરમાઈકોસીસને મહામારી તરીકે જાહેર કરવા સુચના આપી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એપેડેમિક એક્ટ 1897 હેઠળ મહામારી તરીકે બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઈકોસીસને જાહેર કરવા જણાવ્યું છે.

મહામારી જાહેર કરવાની  સાથોસાથ દરેક રાજ્યોને મ્યુકરમાઈકોસીસના સંભવિત કેસોની માહિતી કેન્દ્ર સરકારને પૂરી પાડવા કહેવામાં આવ્યું છે. હરિયાણા, રાજસ્થાન અને તેલંગાણા રાજ્યોએ બ્લેક ફંગસને રોગચાળો જાહેર કરી દીધો છે.

દેશભરના રાજ્યોને લખેલા પત્રમાં, આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી, લવ અગ્રવાલે કહ્યું છે કે, તમામ સરકારી, ખાનગી આરોગ્ય કેન્દ્રો, મેડિકલ કોલેજ કે જ્યા તપાસ અને રોગનું નિદાન થતુ હોય તેવી તમામ આરોગ્યલક્ષી સંસ્થાઓએ, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને આઈસીએમઆર દ્વારા જાહેર કરાયેલા માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવું પડશે.

આરોગ્ય મંત્રાલયે એમ પણ કહ્યુ છે કે, જિલ્લા કક્ષાએ આરોગ્ય અધિકારીઓએ મ્યુકરમાઈકોસીસના રોગના સંભવિત દર્દીઓની વિગતો આરોગ્ય વિભાગના અધિકારઓને પૂરી પાડે. જિલ્લા આરોગ્ય અધિકારીએએ પૂરી પાડેલી મ્યુકરમાઈકોસીસની વિગતોના આધારે, ઈન્ટીગ્રેટેડ ડિસીઝ સર્વલન્સ પ્રોજેક્ટ (IDSP) દ્વારા અપડેટ કરાશે.

ફુગ આધારિત આ રોગ મ્યુકોમોરિસેટ્સ નામના મોલ્ડથી થાય છે જેના કારણે તેને મ્યુકરમાઈકોસીસના નામે પણ ઓળખવામાં આવે છે. આ રોગચાળો મોટાભાગે એવા લોકોને થાય છે કે, જેઓ કોરોના થતા રોગપ્રતિકાર શક્તિ માટેની દવાઓ લેતા હોય. આ રોગથી હાલ બચવા માટે ડાયાબિટીસને કાબુમાં રાખવો ખુબ જ જરૂરી છે. તો સાથોસાથ સ્ટીરોઈડ પણ લેવાનું ટાળવું જોઈએ.

Mucormycosis અથવા બ્લેક ફંગસના વિષે જાણવા  જેવું 

કોરોનાથી અત્યાર સુધી ઘણા લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત હવે કોરોનાની સારવારમાં અને તેની બાદ ભારતમાં Mucormycosis અથવા બ્લેક ફૂગના કેસો વધી રહ્યા છે. આ ચેપ એટલો ગંભીર છે કે દર્દીઓને બચાવવા માટે તેમની આંખો પણ નીકાળવી પડે છે. મ્યુકોમાઇકોસિસ અથવા બ્લેક ફંગસના ઘણા પ્રકારો છે અને હવે સરકારે આ માટે કેટલાક સૂચના પણ જાહેર કરી છે. તેવા સમયે આવો જાણીએ આ પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઇએ.

Mucormycosis અથવા બ્લેક ફંગસના લક્ષણો

આ રોગના કેટલાક લક્ષણોમાં માથાનો દુખાવો, દાંતના દુ: ખાવો સામેલ છે. આ ઉપરાંત આ લક્ષણો પણ હોઇ શકે છે.

1 આંખો  અથવા નાકની આસપાસ પીડા અને લાલાશ

2 તાવ

3 ખાંસી

4 શ્વાસ લેવામાં તકલીફ

5 લોહીની ઊલટી

6 અનકંટ્રોલ ડાયાબીટીસ

7 બદલાયેલી માનસિક સ્થિતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *