નેશનલ એક્સપર્ટ ગ્રૂપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ (NEGAVC)ની વેક્સિન વિશે કરવામાં આવેલી ભલામણોને સરકારે મંજૂરી આપી દીધી છે. તે પ્રમાણે કોરોના સંક્રમણથી રિકવર થનાર વ્યક્તિને 3 મહિના પછી વેક્સિનનો ડોઝ આપી શકાશે. આ સિવાય ફીડિંગ કરાવતી માતાઓને પણ વેક્સિન આપવાની ભલામણને સ્વીકારી લેવામાં આવી છે.
આ 3 ભલામણનો મંજૂરી મળી
1. જો કોઈ વ્યક્તિ ગંભીર રીતે બીમાર છે, તેને હોસ્પિટલમાં દાખલ થવાની કે આઈસીયુની જરૂર છે તો તેને વેક્સિન માટે 4-8 સપ્તાહ રાહ જોવી પડશે. ત્યારપછી તેને વેક્સિન આપવામાં આવશે.
2. કોઈ પણ વ્યક્તિ વેક્સિન લીધાના 14 દિવસ પછી બ્લડ ડોનેટ કરી શકશે. જો કોઈ વ્યક્તિ કોવિડ પીડિત છે અને 14 દિવસ પછી તેનો આરટી-પીસીઆર નેગેટિવ આવે તો તે પણ બ્લડ ડોનેટ કરી શકે છે.
3. વેક્સિનેશન પહેલાં કોઈ પણ વ્યક્તિના રેપિડ એન્ટીજન ટેસ્ટની જરૂર નથી.
વેક્સિનેશન માટે આ લોકોએ રાહ જોવી પડશે
- જે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેમને રિકવરીના 3 મહિના પછી જ વેક્સિનનો ડોઝ આપવામાં આવશે.
- કોરોના સંક્રમિત જેમને એન્ટીબોડી અથવા પ્લાઝમાં આપવામાં આવ્યા છે તેમને પણ હોસ્પિટલથી ડિસચાર્જ થયાના ત્રણ મહિના પછી વેક્સિનનો ડોઝ આપવામાં આવશે.
- જે લોકો પહેલાં ડોઝ પછી સંક્રમિત થયા છે, તેમને પણ રિકવરીના ત્રણ મહિના પછી કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવશે.
- જો કોઈ વ્યક્તિ ગંભીર રીતે બીમાર છે, તેને હોસ્પિટલમાં દાખલ થવાની કે આઈસીયુની જરૂર છે તો તેને વેક્સિન માટે 4-8 સપ્તાહ રાહ જોવી પડશે. ત્યારપછી તેને વેક્સિન આપવામાં આવશે.
- ગર્ભવતી મહિલાઓને વેક્સિન આપવા વિશે વિચાર કરવામાં આવી રહ્યો છે.
રાજ્યોને કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયનો પત્ર
કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ ભલામણોનું પાલન કરવા માટે પત્ર લખ્યો છે. રાજ્યોમાં આ વિશે સ્પષ્ટ માહિતી આપવામાં આવી છે. કેન્દ્રએ કહ્યું છે કે, જનતાને જાગ્રત કરવા દરેક માધ્યમોનો ઉપયોગ કરવો.